પ્રિય જ્ઞાતિજનો
ઠક્કર  મારવાડી લોહાણા   સમાજના ભાઈઑ અને બહેનો અમને તમારુ JDT - GROUP www.marwadilohanasamaj.com માં
સ્વાગતા કરતા ખુબ આનંદ થાય છે

જ્ઞાતિના લોકોને એક સાથે ભેગા કરવાં અને તેમની જાણકારી રાખવી ખુબ
મુશ્કેલભર્યું કામ છે. તે માટે JDT-GROUP  www.marwadilohanasamaj.com એક વેબસાઈટ બનાવી છે. જેમાં
ઠક્કર  મારવાડી લોહાણા   સમાજનાં લોકોની જાણકારી સાઈટ પરથી ઓનલાઈન મેળવી શકાશે.

ઠક્કર  મારવાડી લોહાણા   સમાજ દ્વારા ઠક્કર  જે દેશ પરદેશમા વસેલો છે જેને જોડાવાનો અને
સમાજ ની ધામ્રિક સંસ્થાઓ તથા ધર્મગુરુઓ તથા સમાજ ની વીભુતીઓ તથા દેશ
પરદેશમા વસેલા ઠક્કર  થી બધાને પરિચય કરાવવાનો અને આપણા ઠક્કર સમાજને
જોડવાનો આપણએ બધા સાથે મળી પ્રયાસ કરીએ જેના પણ પાસે જેટલી માહીતિ હોય
જેવી કે આપણા સમાજમા રહેલા ધામ્રિક સંસ્થાઓ તથા ધર્મગુરુઓ તથા સમાજ ની
વીભુતીઓ તથા દેશ પરદેશમા વસેલ માહિતી હોય તે દરેક તમે આ
marwadilohanasamaj@gamil.com   ઇ-મેઇલ  વેબસાઈડ ઉપર મુકી શકો છો તથા આપણા ઠક્કર
સમાજ દ્વારા યોજીત પ્રસંગ ને તમે બધાને જાણા કરી શકો તથા યોજાયેલા પ્રસંગ
ના ફોટૉ તથા વીડીયો તમે મુકી શકો છો. આ વેબસાઈડ થી આપણૅ આપણા સમાજને
જોડીઍ અને તેનો પરિચય કરીઍ અને કરાવીઍ

આ વેબસાઇટ દ્વારા તમે આપણાં કોઇ પણ જ્ઞાતિબંધુની માહિતી તમારા કોમ્પયુટર
ઉપરજ મેળવી શકશોતે પણ સંપુર્ણ ઓનલાઇન.

JDT - GROUP SURAT

વેબસાઇટ દ્વારા સમગ્ર ઠક્કર  મારવાડી લોહાણા  સમાજને એક તાંતણે બાંધવાની દિશામાં એક પ્રયાસ છે.

દેશ- વિદેશની સમાજની વેબસાઇટ સાથે લીંક સ્થાપી વિદેશ વસતા જ્ઞાતિ ભાઇઓ
સાથે સંર્પક શકય બનશે અને સમાજ વિષયક પ્રવૃતિની જાણકારી મળશે.

જ્ઞાતિના યુવક-યુવતિની યોગ્‍ય જીવનસાથીની પસંદગી અર્થે વેબસાઇટ ઉપયોગી
માધ્યમ પુરવાર થઇ છે અને ખાસ કરીને યુવક  યુવતિના અને  વિધવાત્યકતા બહેનો

 જીવનસાથી તરીકેની લગ્ન માટે પણ વેબસાઇટ ઉપયોગી માધ્યમ થઇ શકે તેમ છે

ગુજરાત તેમજ દેશ-વિદેશના ઠક્કર  મારવાડી લોહાણા  સમાજ જ્ઞાતિના ગામવાર પ્રમુખ/વડાઓના નામ
અને સંપર્ક નંબર પણ ઉપલબ્‍ધ થનાર હોઇ સામાજીક કામ માટે સંપર્ક શકય બનશે

ધંધાકીય કામકાજ અંગે ગુણવત્તાસભર પ્રોફેશનલ ક્ષમતા કેળવાય તે હેતુસર
ઉપલબ્ધ ધંધાકીય માહિતી મળી શકશે

આર્થિક રીતે નબળા જ્ઞાતિભાઇઓ માટે આરોગ્‍ય વિષયક બાબત જેવી કેક્ષય,
કેન્‍સર વગેરે ગંભીર બિમારીની સારવાર માટે મદદની જાણ કરી શકાશે

ઠક્કર  મારવાડી લોહાણા સમાજને સ્પર્શતા પ્રશ્નો અને ઉકેલ ની ચર્ચા-વિચારણા marwadilohanasamaj@gamil.com ઇ-મેઇલ દ્વારા
થઇ શકશે તથા વિવિધ ગામને સ્પર્શતા પ્રશ્નો સંકલન થઇ શકશે

આ વેબસાઈટ તૈયાર કરવામાં જે કોઈએ પણ સહકાર આપેલ છે તેમનો અંતકરણપૂર્વક આભાર માનીએ છીએ.

 આ વેબસાઈટમાં કઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો હૃદયપૂર્વક ક્ષમા પ્રાર્થીએ છીએ.

 આ વેબસાઈટ પર મુકેલ કોઈપણ માહિતી આપને ખોટી કે અસ્થાને અથવા આપના મંતવ્ય
મુજબ ગેરમાર્ગે દોરવનારી લાગે તો અમોને આપના વિચારો ઈ-મેલ દ્વારા
જરૂરથી જણાવજો.
આપની વિગતો કોઈ કારણોસર કદાચ ન મૂકી શકાય તો તેનામાટે કોઈ વ્યક્તિગત
સભ્ય કે સંસ્થા તે માટે જવાબદાર ગણી શકાશે નહીં